🌟 ધોરણ-૧ માટે ખાસ રમત: વાંદરા ટોળી (ગણતરી કરો અને શીખો) 🌸
નમસ્તે બાળમિત્રો, શિક્ષક મિત્રો અને વાલીઓ,
શ્રી રંઘોળા પ્રાથમિક કન્યા શાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે! આજે આપણે આપણા ધોરણ-૧ ના નાના-નાના ભૂલકાઓ માટે એક સરસ મજાની અને આકર્ષક શૈક્ષણિક રમત લાવ્યા છીએ.
આ રમત ખાસ કરીને ધોરણ:૧, એકમ :૧ વાંદરા ટોળી (શું દેખાય છે? પ્રવૃતિ -૧) ના અભ્યાસક્રમ આધારિત ગણતરી કૌશલ્ય વિકસાવવા માટે બનાવવામાં આવી છે.
🎨 રમત વિશે:
આ રમતમાં બાળકોની સામે જંગલ, નદી અને પક્ષીઓનું એક સુંદર ચિત્ર દેખાશે. ચિત્રની નીચે ગણતરી આધારિત પ્રશ્નો અને તેના ચાર રંગીન ઓપ્શન આવશે.
🔊 બોલતું સ્પીકર: બાળકો જાતે પ્રશ્ન વાંચી ન શકે, તો બાજુમાં આપેલા સ્પીકર બટન પર ક્લિક કરીને પ્રશ્ન મોટેથી સાંભળી શકે છે.
🌸 ફૂલોનો વરસાદ: જો બાળક સાચો જવાબ આપશે, તો સ્ક્રીન પર સુંદર ફૂલોનો વરસાદ થશે અને નવો પ્રશ્ન આવશે!
❌ લાલ સ્ક્રીન: જો જવાબ ખોટો પડશે, તો આખી સ્ક્રીન લાલ થઈ જશે, જેથી બાળક ફરીથી પ્રયત્ન કરી શકે.
🎵 મીઠું મ્યુઝિક: બાળકોને રમવાની મજા આવે તે માટે ધીમું પિયાનો મ્યુઝિક પણ રાખેલું છે.
🎮 ચાલો રમત શરૂ કરીએ!
(નોંધ: નીચે આપેલી ગેમમાં સૌથી પહેલા "મ્યુઝિક શરૂ કરો" બટન દબાવો અને પછી રમવાની શરૂઆત કરો. જો પ્રશ્નો બદલવા હોય તો "NEW GAME" બટન દબાવો.)
ગેમ રમવા માટે અહિ ક્લિક કરો : ગેમ રમો
✍️ ગેમ બનાવનાર:
રાજેશભાઈ ડાભી શ્રી રંઘોળા પ્રાથમિક કન્યા શાળા તા.ઉમરાળા, જિ.ભાવનગર
શિક્ષકો અને વાલીઓ માટે નોંધ: આ રમત બાળકોને રમત-રમતમાં એકડા અને ગણતરી શીખવવામાં ખૂબ જ મદદરૂપ થશે. આ શૈક્ષણિક રમત આપના વોટ્સએપ ગ્રુપમાં અન્ય બાળકો સાથે પણ જરૂર શેર કરજો!
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
